Wednesday, February 12, 2014

સુવાક્યો-૪



* મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
* મારુ જીવન એજ મારો સંદેશ છે.
* બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
* શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
* વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
* કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
* નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
* શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
* શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
* શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
* કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
* શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છેલગની છે.
* બાળકોને શાબાશીપ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
* બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
* સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
* હું કદી શીખવતો નથીહું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
* શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
* તમે ન બોલો તમારા કામને બોલવા દો.
* જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
* ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
* પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
* બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
* બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
* દરેક બાળક એક કલાકાર છે.
* વિચાર કરતાં જ્ઞાન સારુ.
* બધુ જ પરિવર્તનશીલ છેકશું પણ સ્થિર રહેતું નથી.
* વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
* તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
* તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
* જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
* મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ.
* જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
* ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
* વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
* ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
* સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
* બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
* આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
* એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
* આજની મહેનત આવતી કાલનું પરીણામ.
* દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
* સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાનતે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
* નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
* સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
* સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
* આશા એક શમણાં જેવી છેજે ભાગ્ય જ ફળે છે.
* વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
* દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
* નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
* સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
* એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
* કરેલો યજ્ઞપડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
* અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
* પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
* ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
* જીવન સંઘર્ષનું બીજું નામ છે.
* જગતના અંધારા ફળે એ સૂર્યઉરના અંધારા ફળે એ ધર્મ.
* જેની પાસે ફક્ત પૈસા જ છેતે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
* જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ
 નથી.
* વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
* જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
* પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
* માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
* જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
* એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
* સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
* બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
* ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
* સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
* વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
* જ્યાં બુધ્ધિ શાસન કરે છેત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
* સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
* ઇર્ષા આંધળી હોય છેતે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
* નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
* ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
* સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
* બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
* કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
* જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
* મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
* દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
* એક આંગણું આપોઆખું આભ નહિ માગું.
* અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
* મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
* સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છેગુલામી તેની શરમ છે.
* પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
* આજના વિચારો આવતી કાલે બોલો.
* તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
* સદગુણ વિના સુંદરતા અભિશાપ છે.
* સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
* હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
* કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
* આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
* સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
* માતા બાળકની શિક્ષાદિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
* બાળકો પ્રભુના પયગંબરો છે.
* બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
* શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
* ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
* કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
* આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
* સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
* માતા બાળકની શિક્ષાદિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
* બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
* જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
* ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
* સમય કિમતી છેપણ સત્ય તો એથી વધુ કિમતી છે.
* જે કંઇ શીખવવાની હિંમત કરે છેતેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
* ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
* વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
* ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
* સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.
* બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
* આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.
* એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
* આજની મહેનત આવતી કાલનું પરીણામ.
* દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
* સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.
* નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
* સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
* સફળતા મેળવવા ચિંતા નહીચિંતન કરો.
* આશા એક શમણાં જેવી છેજે ભાગ્ય જ ફળે છે.
* વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.
* દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
* નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
* સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
* એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
* કરેલો યજ્ઞપડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
* અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
* પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
* ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
* જીવન સંઘર્ષનું બીજું નામ છે.
* જગતના અંધારા ફળે એ સૂર્યઉરના અંધારા ફળે એ ધર્મ.
* જેની પાસે ફક્ત પૈસા જ છેતે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.
* જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય  નથી.
* વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
* જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
* પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
* માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.
* જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
* સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.
* બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
* ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
* સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.
 વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
 જ્યાં બુધ્ધિ શાસન કરે છેત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
 સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
 ઈર્ષા આંધળી હોય છેતે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
 નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
 ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
 સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
*   બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
*   કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
*   જેને હારવાનો ડર છેતેની હાર નિશ્ચિત છે.
*   લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.

Saturday, July 27, 2013

વિજ્ઞાન માટે

ઇ- બુક

ગીર માટે પુસ્તક


 
SRUSHTI
   
અંક નંબરવિષયSend an Inquiry
૧-૧૦"ગીર" ન્યૂઝ લેટર
૧૧"ગીર" ન્યૂઝ લેટર
૧૨"ગીર" ન્યૂઝ લેટર
૧૩"ગીર" ન્યૂઝ લેટર
૧૪"ગીર" ન્યૂઝ લેટર
૧૫"ગીર" ન્યૂઝ લેટર
૧૬"ગીર" ન્યૂઝ લેટર
૧૭"ગીર" ન્યૂઝ લેટર
૧૮"ગીર" ન્યૂઝ લેટર
૧૯"ગીર" ન્યૂઝ લેટર
૨૦દરિયાઈ જીવસૃષ્ટિ વિશેષાંક - Marine life
૨૧સારસ અને પક્ષી વિશેષાંક - Sarus Crane
૨૨બિલાડીકુળનાં પ્રાણીઓ  - Cat Family
૨૩સરિસૃપ વિશેષાંક - Reptiles
૨૪શિકારી પક્ષી વિશેષાંક - Raptors
૨૫શ્વાનકુળનાં પ્રાણીઓ (ઝરખ અને રીંછ) - Dog Family
૨૬હરણ, મ્રુગ અને ઘુડખર - Deer, Antelope and Wild Ass
૨૭જૈવિક વિવિધતા વિશેષાંક - Biodiversity
૨૮ચેર વનસ્પતિ વિશેષાંક - Mangroves
૨૯સ્થળાંતર વિશેષાંક - Migration
૩૦વૃક્ષ વિશેષાંક - Trees
૩૧બીડ અને બીડનાં પક્ષી વિશેષાંક - Grass & Grassland Birds
૩૨નાનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ - Small Mammals
૩૩ડાયનોસોર અને જીવાવશેષ - Dinosaurs and Fossils
૩૪ગીર વિશેષાંક  - Gir
૩૫જલપ્લાવિત  વિશેષાંક - Wetlands
૩૬જલપ્લાવિત  વિસ્તાર અને રામસર સાઈટ  - Wetlands and Ramsar Sites
૩૭આવાસસ્થાન વિશેષાંક - Habitat
૩૮અનુકુલન વિશેષાંક  - Adaptation
૩૯વિલોપન વિશેષાંક  ૧  - Extinction - 1
૪૦વિલોપન વિશેષાંક  ૨ - Extinction - 2
૪૧પ્રાણી વર્તણુક વિશેષાંક - Animal Behaviour
૪૨ઔષધિય વનસ્પતિ વિશેષાંક - Medicinal Plants
૪૩દરિયાઈ જીવસ્રુષ્ટિ વિશેષાંક ૧ - Marine Life - 1
૪૪દરિયાઈ જીવસ્રુષ્ટિ વિશેષાંક ૨ - Marine Life - 2
૪૫ભયગ્રસ્ત પ્રાણીઓ - Endangered Mammals
૪૬ભયગ્રસ્ત પક્ષીઓ - Endangered Birds
૪૭ભયગ્રસ્ત વનસ્પતિ - Endangered Plants
ઇકોલોજી અને વન્યપ્રાણી વિષયના વિવિધ લેખો - Ecology and Wildlife related Articles

સમાજિક વિજ્ઞાન માટે

ધોરણ-૭  સામાજિક વિજ્ઞાન  પ્રથમસત્ર
પાઠ-૧  : બે મહારાજ્યો
૧  કનોજ
૦૧
હર્ષવર્ધનનો સમયગાળો જણાવો.
ઈ.સ. ૬૦૬ થી ૬૪૭
૦૨
હર્ષવર્ધનના પિતાનું નામ જણાવો.
પ્રભાકરવર્ધન
૦૩
હર્ષવર્ધનના મોટાભાઈનું નામ જણાવો.
રાજ્યવર્ધન
૦૪
રાજ્યવર્ધનનું મોત કોના કારણે થયું ?
ગૌડ રાજવી શશાંકને કારણે
૦૫
હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું ?
રાજ્યશ્રી
૦૬
હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીને કોને કેદ કરી હતી ?
માળવાના રાજા દેવગુપ્તે
૦૭
હર્ષવર્ધને કોની સલાહથી રાજગાદી સંભાળી ?
રાજ્યના આગેવાનોની સલાહથી
૦૮
હર્ષવર્ધને કઈ રાજગાદી સંભાળી ?
થાણેશ્વરની રાજગાદી 
૦૯
બૌદ્ધ સાધુનું નામ શું હતું ?
દિવાકર મિત્ર
૧૦
હર્ષવર્ધને માળવાના કયા રાજાને હરાવ્યો ?
દેવગુપ્ત
૧૧
હર્ષવર્ધને કામરૂપ (આસામ)ના કયા રાજા સાથે મૈત્રીસંબંધો બાંધ્યા ?
ભાસ્કરવર્મન
૧૨
હર્ષવર્ધનને દક્ષિણના કયા રાજવીને હરાવવામાં સફળતામળી નહીં ?
ચાલુક્ય રાજવી પુલકેશી બીજો
૧૩
હર્ષવર્ધને સતત કેટલા વર્ષ સુધી વિજયયાત્રા કરી ?
સાત વર્ષ
૧૪
હર્ષવર્ધન પોતાના રાજ્યની જાતે દેખરેખ રાખવા માટેશું કરતો હતો ?
પ્રવાસ કરતો હતો
૧૫
હર્ષવર્ધને પોતાની દિનચર્યાને કેટલા ભાગમાં વહેંચીહતી ?
ત્રણ ભાગમાં
૧૬
હર્ષવર્ધનની દિનચર્યાના ત્રણ ભાગ કયા કયા છે ?
૧.વહીવટ માટે ૨.પ્રજા કલ્યાણ માટે ૩.ધાર્મિક કાર્યો માટે
૧૭
હર્ષવર્ધન કેવા કાર્યો કરવામાં ભોજન પણ ભૂલી જતો હતો ?
સદ્કાર્યો કરવામાં
૧૮
હર્ષવર્ધનના મંત્રીઓમાં કોનો કોનો સમાવેશ થતો હતો ?
સેનાપતિ,પ્રતિહાર(દ્વારપાલ),સંધિવિગ્રાહક(વિદેશમંત્રી),રાજદૂત,પરરાજ્યમંત્રી,મહાદંડનાયક (વડાન્યાયાધીશ),અક્ષપટલિક(નોંધણીકરનાર)
૧૯
હર્ષવર્ધને શેની પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ?
જીવહિંસા પર
૨૦
હર્ષવર્ધન પ્રતિવર્ષ શેનું આયોજન કરતો હતો ?
બૌદ્ધધર્મ ચર્ચા-સભા
૨૧
હર્ષવર્ધન દર પાંચ વર્ષે શેનું આયોજન કરતો હતો ?
પ્રયાગ મુકામે ધર્મપરિષદનું આયોજન
૨૨
હર્ષવર્ધનના દરબારની શોભામાં કોના કારણે વૃદ્ધિ થતી હતી ?
સુસંસ્કૃત સાહિત્યકાર મહાકવિ બાણભટ્ટ
૨૩
બાણભટ્ટની પ્રખ્યાત કૃતિઓ કઈ છે ?
હર્ષચરિત, કાદમ્બરી
૨૪
બાણભટ્ટે કઈ ભાષામાં પોતાની કૃતિઓ લખી છે ?
સંસ્કૃત ભાષામાં
૨૫
હર્ષવર્ધને રચેલા ત્રણ નાટકોના નામ આપો.
નાગાનંદ,રત્નાવલિ,પ્રિયદર્શિકા
૨૬
હર્ષવર્ધનના રાજ્યમાં કઈ મહાન વિદ્યાપીઠ આવેલી હતી ?
નાલંદા વિદ્યાપીઠ
૨૭
હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે કેટલા ગામ આપ્યા હતા ?
૧૦૦ જેટલાં ગામ
૨૮
લોહ,સોમલ અને પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રીનું નામ આપો.
નાગાર્જુન
૨૯
નાગાર્જુન કઈ વિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા ?
નાલંદા વિદ્યાપીઠ
૩૦
નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને કેવી રીતે પ્રવેશ આપવામાં આવતો હતો ?
પ્રવેશ પરીક્ષા પાસ કરે તેને 
૩૧
નાલંદા વિદ્યાપીઠમાં રહેવા, જમવા તથા શિક્ષણ મેળવવાની વ્યવસ્થા કેવી હતી ?
નિ:શુલ્ક હતી
૩૨
નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું ?
ધર્મગંજ
૩૩
હર્ષવર્ધનના સમયમાં પ્રજામાં કયા કયા કુરિવાજો હતા ?
સતીપ્રથા,બાળલગ્નો,બહુલગ્નોની પ્રથા
૩૪
હર્ષવર્ધનના સમયમાં લોકો કેવા અલંકારો ધારણ કરતાં હતા ?
ફૂલમાળા,વેઢ,વીંટીઓ,કડાં,કંગન,હાર વગેરે
૩૫
હર્ષવર્ધનના સમયમાં ગામડાઓમાં ફરીને લોકોને મનોરંજન કોણ પૂરું પાડતું હતું ?
નટ અને મદારી
૩૬
હર્ષવર્ધનના સમયમાં પ્રજાનો મુખ્ય વ્યવસાય કયો હતો ?
કૃષિ અને પશુપાલન
૩૭
હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ કેટલું લેવામાં આવતું હતું ?
૧:૬ (ઉપજનો છટ્ઠો ભાગ)
૩૮
હર્ષવર્ધનના સમયમાં આંતર-બાહ્ય વ્યાપાર કોને હસ્તક હતો ?
વૈશ્યોને હસ્તક
૩૯
વ્યાપાર માટે કયાંથી કયાં સુધી સળંગ રાજમાર્ગની સુવિધા રાજ્ય તરફથી કરવામાં આવી હતી ?
પાટલીપુત્રથી ભૃગુકચ્છ બંદર (હાલનું ભરૂચ) સુધી
૪૦
વ્યાપાર વિનિમય માટે કેવા સિક્કાનું ચલણ હતું ?
સોના-ચાંદીના સિક્કાનું ચલણ
૪૧
કઈ કઈ વસ્તુઓની નિકાસ કરવામાં આવતી હતી ?
અલંકારો,મૂર્તિઓ,હાથીદાંત,ઇમારતી લાકડાનું રાચરચીલું બનાવી તેની નિકાસ થતી
૪૨
હર્ષવર્ધનના સમયમાં ભારતમાં આવેલ ચીની મુસાફરનું નામ શું હતું ?
હ્યુ-એન-ત્સાંગ
૪૩
હ્યુ-એન-ત્સાંગ શા માટે ભારત આવ્યો હતો ?
બૌદ્ધધર્મના અભ્યાસ માટે
૪૪
હ્યુ-એન-ત્સાંગે કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં ૫ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો ?
નાલંદા વિદ્યાપીઠ
૪૫
હ્યુ-એન-ત્સાંગ ક્યારે ચીન પરત ફર્યો ?
ઈ.સ. ૬૪૫ માં
૪૬
હ્યુ-એન-ત્સાંગ કયા રસ્તે ચીન પરત ફર્યો ?
મધ્ય એશિયાના રસ્તે થઈ ચીન પરત ફર્યો
૪૭
હ્યુ-એન-ત્સાંગ પોતાની સાથે શું શું લેતો ગયો ?
કેટલાંક પુસ્તકો,અવશેષો અને મૂર્તિઓ
૪૮
હર્ષવર્ધને ઉજવેલ કઈ બૌદ્ધ ધર્મપરિષદમાં હ્યુ-એન-ત્સાંગે ભાગ લીધો હતો ?
પ્રયાગની છઠ્ઠી બૌદ્ધ ધર્મપરિષદમાં
૪૯
હ્યુ-એન-ત્સાંગના મતે હર્ષવર્ધનના રાજ્યોમાં કેટલાં બૌદ્ધ મઠો હતો ?
૧૦૦ બૌદ્ધ મઠો

ધોરણ-૭  સામાજિક વિજ્ઞાન  પ્રથમસત્રપાઠ-૧  : બે મહારાજ્યો૨ – વાતાપી

૦૧
દક્ષિણના કયા રાજા સામે હર્ષવર્ધનની હાર થઈ હતી ?
પુલકેશી બીજો
૦૨
દક્ષિણ ભારતમાં ચાલુક્ય (સોલંકી) વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી ?
વાતાપી નગરમાં (બાદામી કર્ણાટક)
૦૩
અશ્વમેઘ યજ્ઞ કોને કરાવ્યો હતો ?
પુલકેશી પહેલાએ
૦૪
તેના ધ્વજમાં શેનું ચિહ્ન હતું ?
વરાહાવતારનું ચિહ્ન 
૦૫
પુલકેશી પહેલા પછી તેમની ગાદી કોને સંભાળી હતી ?
પુલકેશી પહેલાનો પુત્ર કીર્તિવર્મા
૦૬
કીર્તિવર્મા પછી રાજગાદી કોને સંભાળી હતી ?
પુલકેશી પહેલાનો ભાઈ મંગલેશ
૦૭
મંગલેશ રાજા બન્યા પછી તેને કયું મંદિર બંધાવ્યું હતું ?
વિષ્ણુમંદિર
૦૮
મંગલેશ પછી રાજગાદી કોને સંભાળી હતી ?
પુલકેશી બીજો
૦૯
પુલકેશી બીજાનો સમયગાળો જણાવો.
ઈ.સ. ૬૧૦ થી ૬૪૨ સુધી
૧૦
પુલકેશી બીજાએ આશરે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું ?
૩૦ વર્ષ સુધી
૧૧
પુલકેશી બીજાએ કયા કયા પ્રદેશો જીત્યા હતા ?
લાટ (દક્ષિણ ગુજરાત), ગુર્જર (ઉત્તર ગુજરાત), કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો, આન્ધ્રપ્રદેશ
૧૨
પુલકેશી બીજો અને હર્ષવર્ધન કયાં ભેગા થયા અને મોટું યુદ્ધ થયું ?
નર્મદા પાસે
૧૩
હર્ષવર્ધનની વિજયકૂચ કોને થંભાવી દીધી ?
પુલકેશી બીજાએ
૧૪
હર્ષવર્ધન – પુલકેશી વિગ્રહથી કનોજનું સામ્રાજ્ય ક્યાં સુધી આવીને અટકી ગયું ?
નર્મદા સુધી
૧૫
પુલકેશી બીજો શેનો શોખીન હતો ?
કળા (કલા) નો
૧૬
પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી ?
વાતાપી અને ધારાપુરીની ગુફાઓ, અજંતાની ગુફાઓ
૧૭
પુલકેશી બીજાનું મૃત્યુ કેવી રીતે થયું ?
કાંચીવરમના પલ્લવ વંશના રાજા સાથે યુદ્ધમાં લડતાં લડતાં પુલકેશી બીજાનું મૃત્યુ થયું (ઈ.સ. ૬૪૨ માં)
૧૮
હર્ષવર્ધનનું મૃત્યુ ક્યારે થયું હતું ?
પુલકેશી બીજાના મૃત્યુ પછી પાંચ વર્ષે (ઈ.સ. ૬૪૭ માં)